ધરમપુર: સ્વદેહે યુવાન ભલે ફાની દુનિયાને અલવિદા કહ્યું પણ પોતાના અંગદાન કરીને આ દુનિયામાં જીવંત રહેશે એવું ગામમાં લોકો જણાવી રહ્યા છે વાત એક બની કે ધરમપુર બોપી ગામના યુવાનનું અકસ્માતમાં મોત થયું અને તેના શરીરના અંગદાનના કરી અન્યને જીવનની ભેટ આપવાના પરિવારના નિર્ણયથી સમગ્ર પંથકમાં વાહવાહી થઈ રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના બોપી ગામનો ઝવેર કાકડભાઈ કુંવર વાપીની બાયર કંપનીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. 12 મેં ના રોજ ધરમપુરના ખામદહાડ ગામમાં લગ્નનું નોતરું હોવાથી ત્યાં ગયો હતો ત્યાંથી પાછા ફરતી વેળાએ બાઈકમાં પેટ્રોલ પૂર્ણ થઈ ગયું અને અને તે રસ્તામાં બાઈક ઉભી કરી ઉભો હતો ત્યારે ત્યાંથી પસાર થયેલા અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજા થવા પામી હતી. તેને સારવાર માટે 108ની મદદથી ધરમપુર સાંઈનાથ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ફરક n આવતાં તેને 14 મેના રોજ સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ 15 મેના રોજ ઝવેરને બ્રેઈનડેડ જાહેર કરી દેવાયો હતો.
ત્યાર બાદ ડૉ. મેહુલ પંચાલે ઝવેરના પિતા સહિત સંબંધીઓને અંગદાન માટે સમજાતા પરિવાર ઝવેરના અંગદાન માટે માની ગયા હતા. એવું જાણવા મળ્યું છે કે ઝવેરનું લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ઉ.વ 62 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં થયું અને તેની બે કીડની એક સુરતના રહેવાસી, 51 વર્ષીય વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી, 42 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી.