વાંસદા: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાંસદા ડિવિઝનમાં વાંસદા હનુમાનબારી ગામમાં ખેતીવાડીના લાઈનના તૂટેલા વીજ પોલની સ્થાને નવા વીજ પોલીની માંગ 1 અઠવાડિયા પહેલાં અરજી આપીને કરાઈ હતી પણ તેનો કોઈ જવાબ કે પ્રશ્નનું નિરાકરણ ન આવતાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ રજીસ્ટ્રેશન કરાવી છે પણ હજુ સુધી વાંસદા ડીવીઝનનું પેટનું પાણીએ હાલતું દેખાય રહ્યું નથી.

Decision News ને ખેડૂત પાસેથી મળેલી ફરિયાદને આધારે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું તો જણાયું કે જો પોલ તૂટી જાય તો આસપાસના વિસ્તારોમાં અને સ્થાનિક સ્તરે આવેલી હોસ્પિટલોમાં વીજળીની મુશ્કેલીઓ વધી શકે છે. અને તૂટી ગયેલો વીજ પોલ ત્વરિત બદલવામાં નહિ આવે અને કોઈ જાન માલનું નુકશાન થશે તો તેની જવાબદારી શું વીજ કંપનીના વાંસદા ડિવિઝન લેશે ખરું.. ?

વીજ કંપની વાંસદા ડિવિઝનની કામગીરી તો ગોકળગાય જેવી છે પણ ત્યાં ફરજ પર હાજર રહેતા અધિકારીઓની દાદાગીરી તો ગજબ છે. વીજળીના કાપને લઈને રાણી ફળિયા ગામના એક જાગૃત નાગરિકે એક મહિના પહેલાં ઓફિસમાં ફોન કર્યો તો અધિકારી વીજળીની ફરીયાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરવા જણાવે છે..

સાંભળો ઓડિયો..

હવે જોવું એ રહ્યું કે આ તૂટેલા વીજ પોલની કામગીરી વીજ કંપની વાંસદા ડિવિઝનના અધિકારીઓ પોતે કરે છે કે આ કામગીરી પણ કોઈ મંત્રી પાસે કરવાની સલાહ આપે છે.