કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીતને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ક્રોની કેપીટાલીઝમની તાકાત સામે ગરીબ જનતાની શકિતનો વિજય થયો છે.

રાહુલે કહ્યું કે નફરતની રાજનીતી સામે મોહબ્બતનો વિજય થયો છે. આ કર્ણાટકની જનતાની જીત છે. આ ક્રોની કેપીટાલીઝમની તાકાત સામે ગરીબ જનતાની શકિતની જીત: અમે પહેલા દિવસે પહેલી મીટીંગમાં જનતાને આપેલા પાંચ વાયદા પૂરા કરશું.

આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પછડાટ અને કોંગ્રેસનો વિજય થતાં રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત માટે હું કોંગ્રેસનાં કાર્યકર્તાઓ અને નેતાઓનાં આભારી છું. અમે ગરીબીનાં મુદા પર ચૂંટણી લડયા હતા. અમે આ લડાઈ નફરતની રાજનીતીથી નહિં મોહબ્બતથી જીતી છે. આ કર્ણાટકની જનતાની જીત છે. રાહુલે અંતમાં કહ્યું હતું કે, અમે ચૂંટણી પહેલા કર્ણાટકની જનતા સામે પાંચ વાયદા કર્યાં હતા. આ પાંચ વાયદા પહેલા દિવસે અને પહેલી મીંટીંગમાં પુરા કરશુ.