તાપી: આજે 13 મે 2023 ના રોજ ભાજપ તાપી જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતીના ચેરમેન સરીતા વસાવા લાંચ લેતા રંગેહાથ ઝડપાયાની ખબર મળી રહી છે ત્યારે આવા લોક પ્રતિનિધિ પર હાલમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભાજપ તાપી જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતીના ચેરમેન સરીતા વસાવા લાંચ લેતા ACBના રંગેહાથ ઝડપાયા ગયા હતા. સુરત રૂરલ ACB ટીમ દ્વારા વ્યારા સ્થિત શિક્ષણ સમીતીની ઓફીસમાં ટ્રેપ ગોઠવી સરીતા વસાવાને 34 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.
તાપીના આદિવાસી સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે આવા લોક પ્રતિનિધિને ખરેખર સમાજ માટે કલંકરૂપ છે. લોકોએ સમાજમાં શિક્ષણની વ્યવસ્થા મજબુત બનાવવા અને શિક્ષણને લઈને આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે ચુંટી લાવ્યા હતા અને તેઓને લાંચના રૂપિયા લેવામાંથી ફુરસત નથી ખરેખર આ નિંદનીય છે.