ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીનાં રાનકુવા જેવા વિસ્તારમાં કેટકેટલાયે ઠેકાણે જાહેર રોડ પર મંડપ બનાવી કે ખુલ્લામાં કેરીનાં કેમિકલ યુક્ત રસના વેંચાણ થઈ રહ્યા છે. હાલનાં ટૂંકા ગાળામાં દિવસમાં નહિ પરંતુ 15 -20 દિવસ પૂર્વેથી આરોગ્ય હાનિકર્તા રસ વેચાણના કેન્દ્ર શરૂ થઈ ગયા તે આશ્ચર્યજનક છે.
હાલમાં ગત અઠવાડિયે તો નવસારી તાલુકા, જિલ્લામાં એપીએમસીમાં ખેડૂતો માટે કેરીના ભાવ નિશ્ચિત થયા છે. પ્રજાજનોએ ઘર માટે ખાવાલાયક કેરીઓ ભરી નથી, તો પછી પાકી કેરી ખાવાનો રસોડામાં વપરાશમાં લેવાનો સવાલ જ નથી. ચીખલીનાં રાનકુવા જેવા અન્ય જાહેર રોડ પર કેમિકલયુક્ત કેરીનાં કેમિકલ યુક્ત રસના વેંચાણ થઈ રહ્યા છે. અન્ય ફળોના જ્યુશની ની જેમ કેરી રસ જ્યુસના નામે વેચાણ કેન્દ્રો જાહેર જનતાના સ્વાસ્થ્ય સામે સરેઆમ ચેડાં છે. ઠંડક અને મીઠાશના સ્વાદના અનુસરે ઉનાળામાં ભર બપોરના રોડ પર વિરહનારાઓ સ્વયં સ્વાસ્થ્ય કાજે કહેવાતા કેરીનાં કેમિકલ યુક્ત રસના સ્વાદથી દૂર રહે એ તેમના હિતમાં છે. એવી જ રીતે નેશનલ હાઇવે નંબર 48 પર ચીખલી નજીક બંને છેડે ઠેર ઠેર માંડવાં પાડી કેરી વેચાણકર્તાઓની કેરી ખરીદવી પણ આરોગ્ય સાથે જોખમ લેવા બરાબર છે.
ખાસ દૂર દૂરથી રોડ પરથી આવનજાવન કરનારાઓ આ મંડપવાળા પાસે કેરીઓ ખરીદે છે. ખરેખર તો આરોગ્ય વિભાગ નિદ્રાધીન છે કે નિદ્રાધીન રહેવા માંગે છે તેમને માત્ર પોતાના વેતન પૂરતી નિશ્ચિંતતા છે. જાહેર જનતા સાથે તેમને લાગતું વળગતું નહિ હોય તેમ તેમની પોલીસ અને આંખ આડા કાન કરવાની નીતિ વખોડવા પાત્ર છે.