દિલ્લી: આજે કરેલા સુપ્રિમ કોર્ટના ચૂકાદાને કારણે કેન્દ્રની ભાજપ સરકારની સત્તા છીનવાઈ અને અરવિંદ કેજરીવાલ વધારે શક્તિશાળી થયા એમ દિલ્લીના રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. કારણ કે દિલ્લી સરકાર જ હવે તમામ પ્રકારના નિર્ણય લેશે જે અધિકારીઓએ માન્ય રાખવા પડશે. કેન્દ્ર સરકાર દિલ્લી સરકારના નિર્ણયમાં દખલગીરી કરી શકશે નહિ.
ઉલ્લેખનીય છે કે પહેલા દિલ્લીની પોલીસ, દિલ્લીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને એમના ટ્રાન્સફરના અધિકારો કેન્દ્ર સરકાર પાસે હતા. જેના કારણે દિલ્લીની સરકાર કોઈ મહત્વના નિર્ણય લે તો કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા LG સાહેબ આવીને ના પાડી દેતા હતા. પણ હવે આવું નહિ બને સુપ્રીમના ચુકાદા બાદ હવે જે દિલ્લી સરકાર નિર્ણય લેશે તેના પર અધિકારીઓએ કામ કરવું પડશે.
આજે સુપ્રિમ કોર્ટની પાંચ જજોવાળી બેંચના ચૂકાદાએ દિલ્લી સરકારને લીલી ઝંડી આપી દિધી છે. હવે દિલ્લીમાં સંપૂર્ણ પણે ચૂંટાયેલી સરકાર જ બધા નિર્ણય લઈ શકશે એવું વિશેષ જણાવ્યુ છે.