પારડી: મોટાવાઘછીપાના નૈનેશ મનુભાઈ ગજ્જરે નામના યુવક દ્વારા પારડીમાં 17 વર્ષીય એક ગામની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી ભગાડી જઇ વારંવાર દૂષકર્મ કરી તરછોડી દેવાનો એક કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પારડીના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને મોટાવાઘછીપા ગામના નૈનેશ મનુભાઈ ગજ્જરે પ્રેમ જાળમાં ફસાવી વર્ષ 2022ના 15 જુલાઇએ અપહરણ કરી લઇ ગયો. સગીરાના પરિવારે બદનામીના ડરથી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. નૈનેશ સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધતો અને મારઝુડ પણ કરતો હતો. નૈનેશ સગીરાને બાલદામાં આવેલી GIDCના એક ભાડાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું.

3 મેં 2023ના રોજ સગીરા ઘરેથી પરત આવીને માં બાપને જણાવ્યું કે કહ્યું નૈનેશએ મને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી મારી સાથે શરીર સંબધ બાંધ્યો અને મારી સાથે મારઝૂડ પણ કરી છે અને હવે તે મારી સાથે લગ્ન કરવાની નાં પાડે છે.દીકરીની આપબીતી સાંભળી પિતાએ પારડી પોલીસ સ્ટેશને નૈનેશ વિરુધ્ધ અપહરણ અને બળાત્કારની ફરિયાદ લખાવી છે. પોલીસે અપહરણ, દૂષકર્મ, પોકસો વગેરે ગુના નોંધી હેઠળ નૈનેશની ધરપકડ કરી લીધી છે.