ખેરગામ: 34 ગામના સરપંચો અને આદિવાસી આગેવાનોના આંદોલનની ચીમકી બાદ વલસાડ-ખેરગામ રોડનું બંધ કરાયેલ કામગીરી શરુ થઇ હોય તેમ રોડ પર પડેલા ખાડાઓનું પૂરાણ કરી જે રોડ છે જ એના પર ડામર લેયર પાથરવા આરએન્ડબીએ ચાલુ કર્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સરપંચોને જણાવવામાં આવ્યું છે કે દિવાળી પછી રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે. આમ સરપંચોએ હાઇવે ચક્રકાજામ આંદોલન મોકૂફ રાખ્યું છે. વૃક્ષો ન કપાય તો હયાત રોડ પર રીકાર્પેટીંગ કરી આપવા માર્ગ મકાન વિભાગે આશ્વાસન આપ્યું છે. ખેરગામ વલસાડ તાલુકાના સરપંચો અને સામાજિક અગેવાનોએ સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીઓ પાસે આ રોડને લઈને ઘણી વખત રજૂઆત કરી હતી.પણ વનવિભાગની બેદરકારી અને આળસાઈને કારણે રોડનું કામ શરૂ થઈ શક્યું નહિ.

તેને લઈને સેગવા ગામના બાબુભાઇ માંહ્યવંશીની આગેવાનીમાં 35 ગામોના સરપંચોની નેશનલ હાઈવે ચક્કાજામની ચીમકી આપી વનવિભાગની કચેરીએ ભજન કીર્તન કર્યા હતાં. અને ત્યાર બાદ વનઅધિકારી યદુ ભારદ્વાજે ફોરેસ્ટ કલિયરન્સ અપાવવા બાંહેધરી આપી હતી. ત્યારે હાલમાં રોડ સાઇડના ખાડા પૂરાણ અને ડામર લેયરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.