નવસારી : વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામમાં આવેલી અનાથ કન્યા આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાના મંત્રને સાકાર કરવા ગારમેન્ટ મેકિંગ તાલીમ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
Decision News ne મળેલી માહિતી આ પ્રસંગે મુજબ નવસારી જિલ્લા લોકસભાના ઇન્ચાર્જ અને ઉંમરકુઈ વનવાસી કન્યા અનાથ આશ્રમ ના મેનેજિંગ ડિરેક્ટર અશોક ધોરાજીયા નવસારી જિલ્લા પંચાયતના સભ્ય આંબાબેન માહલા સિદ્ધિવિનાયક રૂરલ ડેવલોપમેન્ટ ના પ્રમુખ મુકેશભાઈ તથા ચીખલી વાંસદા BVK ગ્રુપના ચેરમેન અને નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ વાંસદા તાલુકા મહામંત્રી સંજય બિહારી પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી પિયુષ પટેલ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં 100 જેટલી બેરોજગાર આદિવાસી સમાજની દીકરીઓ ભાગ લીધો હતો.
સીવણ ક્લાસીસ ગારમેન્ટ મેકિંગ તાલીમ વર્ગની ટ્રેનીંગ લેશે જેમાં અશોક ધોરાજીયા સાહેબે આદિવાસી સમાજને સંબોધીને કહ્યું હતું કે આદિવાસી સમાજ મર્યાદા પુરુષ રામ જેવો સમાજ છે જે હંમેશા કોઈપણ કામ મર્યાદા મારી ઈજ્જતથી અને ઉત્સાહથી કરે છે આવી જ રીતે તમામ દીકરીઓએ આ તાલીમ પૂરેપૂરી ઉત્સાહથી પૂર્ણ કરવાની છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવાના મંત્રને સાકાર કરવા આપણે પણ આપણું યોગદાન આપી આપણે પણ આત્મા નિર્ભર બની મંત્રને આગળ ધપાવીએ.

