છોટાઉદેપુર: રાઠવા જ્ઞાતિના ઉલ્લેખમાં કોળી શબ્દનો ઉપયોગ થતો હોવાથી ગુંચવાડા સર્જાતાં તેમને આદિવાસી તરીકેનો દાખલો અપાતો નથી. ત્યારે ધર્મનો ઉલ્લેખ કરવામાં હિન્દુ શબ્દના ઉપયોગ સામે વિશ્લેષણ સમિતિએ વાંધો ઉઠાવતાં રાઠવા આદિવાસીઓએ હવે હિન્દુ શબ્દનો ઉલ્લેખ કર્યા વિના માત્ર આદિવાસી લખવા માંગણી કરી છે.
રાઠવા જ્ઞાતિમાં કોળી શબ્દનો ઉપયોગ થતાં તેઓને આદિવાસીના દાખલા મળતા નથી તાજેતરમાં કેટલાક આદિવાસીની સરકારી કલાસ ૧ અને કલાસ ૨ ની નોકરીમાં પસંદગી પણ થઇ હતી. તેને લઈને આદિવાસીઓમાં રોષ વર્તાઇ રહ્યો છે.
રેવન્યુ અને આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી માટે પસંદગી પામેલા આદિવાસી યુવાનો રોકી રાખેલા નિમણૂંક પત્રો તુર્ત આપવા જોઇએ રેવન્યુ રેકોર્ડમાં રાઠવા સાથે ખોટી રીતે ઘુસાડવા કોળી શબ્દને કાયમી ધોરણે દૂર કરવો જોઇએ. શાળા પ્રવેશનાં દાખલાઓમાં ધર્મના કોલમમાં લખાતા હિન્દુ શબ્દને વિશ્લેષણ સમિતિએ અમારી આદિવાસી ઓળખ માટે વાંધાજનક બનાવ્યો છે. શાળામાં પ્રવેશ મેળવતા આદિવાસી બાળક માટે હિન્દુ નહીં પરંતુ આદિવાસી જ લખવા સૂચના આપવી જોઇએ. આદિવાસી વિસ્તારમાં રાઠવા ધાણુંક નાયક તડવી સહિતના આતિવાસીઓ ખેડૂતોના જમીનના દસ્તાવેજમાં પ્રતિબંધ ધારો ૭૩ અને ૭૩ એ એ નોંધ તુર્ત પાડવાની માંગણી કરતું આવેદનપત્ર કલેક્ટરને અપાયું છે.