વાંસદા: ગતરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદાના કેલીયા ગામમાં 12 સાયન્સમાં 66.00 ટકા સાથે પાસ થનાર આદિવાસી દીકરી પર પરિવારના સભ્યો તરફથી અને ગામમાંથી અભિનંદન વર્ષો થઇ રહી છે.
આ વખતે 2 મે 2023 ના રોજ રાજ્યમાં કુલ પરિણામ ૬૫.૫૮ ટકા આવ્યું છે. જે ખુબ જ નીચું પરિણામ કહેવામાં આવી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાનું કુલ પરિણામ 64.61 ટકા આવ્યુ છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ 12 સાયન્સની પરીક્ષામાં ધારેલું પરિણામ મેળવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના કેલીયા ગામની NS વિદ્યાલય સુરખાઇ ચીખલીમાં અભ્યાસ કરતી યામિનીબેન થોરાતે જાતે મેહનત કરી 66.00 ટકા લાવતાં ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
માંડવખડક ગામના સરપંચ વલ્લભભાઈ દીકરીની આ ઉપલબ્ધિ વિષે જણાવે છે કે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે અમારી આદિવાસી દીકરીએ પોતાના ખંત અને મેહનત આટલું સારું પરિણામ મેળવ્યું છે જેનો અમે ગર્વ અનુભવીએ છીએ હું ઈચ્છું છું કે મારા ગામની દીકરીઓ પણ ખુબ જ સારા પરિણામ મેળવી આગળ વધે અને હું હંમેશા એમના સપોર્ટમાં ઉભો રહીશ. ફરી એક વખત મારા મિત્રની દીકરી યામિનીને ખુબ ખુબ અભિનંદન..જીવનમાં ખુબ આગળ વધો.

