વ્યારા: ગુજરાત સરકાર દ્વારા જ્યારે સ્વચ્છ ગુજરાતનું મિશન ચાલી રહ્યું છે ત્યારે સરકારના જ અધિકારી જ્યાં લોકોનું કામ કરવા બેઠા હોય છે જ્યાં દિવસ જિલ્લામાંથી હજારો લોકોની સરકારી કામકાજને લઈને અવરજવર થયા છે ત્યાં પીવાના પાણીના કુલર નાં ઠેકાણાં નથી જ્યાં નળ છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે, કચરા પોતા કરી બધું પીવાના પાણીના નળ પાસે જ અવ્યવસ્થિત રીતે મૂકી દેવામાં આવતાં હોવાના દ્રશ્યો Decision Newsના કેમેરામાં કેદ થયા છે.

Decision News એ ગતરોજ લીધેલી વ્યારા સેવા સદન પ્રાંત કચેરીની મુલાકાતમાં અધ્યતન સુવિધાઓ વ્યારા સેવા સદન બનાવવામાં આવી છે પણ કચેરીમાં રોજબરોજ આવતા અરજદારો માટે પીવાના પાણીના કુલરની સુવિધા ભંગાર હાલતમાં છે ઓફીસ સ્ટાફ મિનરલ પાણીના બોટલ રાખે છે અને પોતાની તરસ છીપાવે છે. પણ જિલ્લાના છેવાડે સરકારી કામગીરી લઈને ખરા તાપમાં કચેરીએ આવતાં લોકો પોતાની તરસ ક્યાં છુપાવે એ મોટો પ્રશ્ન છે ? અરજદારોને પાણી માટે વલખાં મારી રહ્યા હોવાનું ગતરોજ સામે આવ્યું હતું.

કચેરીમાં હાલ વિવિધ દાખલા,બારકોડેડ રેશનકાર્ડ સહિતની કામગીરી ધમધોકાર પણે ચાલી રહી છે. સાથે સાથે વિવિધ કામો માટે અન્ય અરજદારો પણ સવારથી જ કચેરીમાં આવે છે. આ અરજદારોને પીવા માટે પાણીની સુવિધા કચેરીમાં ઉપલબ્ધ ન હોવાથી અરજદારોને પૈસા ખર્ચી પાણી પીવું પડે છે. કચેરીમાં સ્વચ્છ પીવાના પાણીના કુલરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અરજદારો માંગ કરી રહ્યા છે.