વલસાડ: 22 એપ્રિલેના રોજ વર્લ્ડ અર્થ ડે (World Earth Day) એટલે કે વિશ્વ પૃથ્વી દિવસની પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જૈવવિવિધતા સંરક્ષણ જેવા મુદ્દા ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષની પૃથ્વી દિવસ ૨૦૨૩ની થીમ “Invest in Our Planet.” છે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર આ વિષયને ધ્યાનમાં રાખી પૃથ્વી દિવસની ઉજવણી કરશે. ઉજવણીના ભાગરૂપે સવારે ૧૧ કલાકથી વિજ્ઞાન કેન્દ્રના મુલાકાતીઓ માટે ૩D પ્રિન્ટિંગ વર્કશોપ, ઓપન હાઉસ ક્વિઝ, પૃથ્વી વિશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, પૃથ્વીના ગોળાનો અભ્યાસ, બેસ્ટ આઉટ વેસ્ટ, આયુર્વેદિક મહત્વ ધરાવતી વનસ્પતિઓની ઓળખ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં 53 માં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા સૌને અનુરોધ છે.