ખેરગામ: નાનકડા પણ શાંતિપ્રિય, શિસ્તબદ્ધ,લાગણીશીલ અને દેશભક્ત એવા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુફ્ફદલ સૈફુદીનજીના 80 મા જન્મદિવસની ઉજવણી અને રમઝાન માસની મોટી રાતનાં પ્રસંગ નિમિત્તે SAS ના આગેવાનોને આમંત્રણ મળતા તેમની ખુશીમાં સહયોગી બન્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી આગેવાનોનું વ્હોરા સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી અને અત્તર લગાડી ગુલદસ્તો અને ફુલદાની આપી ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું અને આદિવાસી સમાજ દ્વારા વ્હોરા સમાજના આગેવાનોનું આદિવાસી ફેંટા અને ફુલછોડ આપી બહુમાન કરાયું હતું.આશરે એક કલાક સુધી બંને સમાજના આગેવાનો વચ્ચે ઘણીબધી લાગણીશીલ ચર્ચાઓ અને ઘણીબધી બૌદ્ધિક સમાજોપયોગી તાર્કિક વાતો થઇ હતી.
આ પ્રસંગે SAS ના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને SASના નવસારીના જિલ્લાના પ્રમુખશ્રી ડૉ.નિરવ ભુલાભાઇ પટેલ અને ખેરગામની ટીમના મીંટેશભાઈ, કીર્તિભાઈ, મુકેશભાઈ, કાર્તિક, મયુર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સફળ આયોજન ચીખલી વ્હોરા સમાજના પ્રેસિડેન્ટ સબ્બીરભાઈ,સેક્રેટરી જુજારભાઈ બુહારીવાલા,મહંમ્મદભાઇ સહિતના અન્ય આગેવાનોએ કર્યું હતું