ડાંગ: ગતરોજ ધારીખેડા સુગર ફેક્ટરી માટે શેરડી કાપણી માટે બહાર ગયેલા સુબીર તાલુકાના મજુરો પોતાના વતન ફરી રહ્યા હતા ત્યારે મહાલ નજીક તેમની ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે સુબીર તાલુકા મજુરો ધારીખેડા સુગર ફેક્ટરીનાં શેરડી કાપણી માટે ગયા હતા તેઓ ગતરોજ પાછા પોતાના વતન ટ્રકમાં આવી રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે મહાલ ગામ નજીક આવેલા વળાંકમાં અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી અને ભેખડ સાથે જોરથી અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર મજૂરો જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ થવા થઇ હતી.

ટ્રકમાં સવાર 20 મજૂરોને પણ નાની મોટી ઈજા થતાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે 108 માં આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત બેહતરીમાં હોવાનું જાણવા મળ્યું છે.