ખેરગામ: ધોરણ 10 માં અભ્યાસ કરતી ખેરગામની આદિવાસી 14 વર્ષીય દીકરીની ગામમાં રહેતા જ બે યુવાનો દ્વારા સુમસાન જગ્યા પર લઇ જઈ દુષ્કર્મ કાર્યની ઘટના ખેરગામના પોલીસ સ્ટેશનમાં નોંધ થયાની માહિતી પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામના એક ગામમાં રહીને મજૂરી કરતાં આદિવાસી પરિવારની ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરી પર બે મહિના પહેલાં મિલન નીતિનભાઈ પટેલ અને હિરેન ઉર્ફે હિલ્યો નીતિનભાઈ પટેલ નામના યુવાનો દ્વારા સુમસાન જગ્યાએ લઇ જઈ બંનેએ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું અને એક સગીરી આ દુષ્કર્મ કરતાં સમયે બહાર પહેરો આપી રહ્યો હતો હોવાની ફરિયાદ કરાઈ છે.

આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતાં માતા પિતાએ આ બે યુવાનો સહિત સગીર વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપી છે. હાલમાં પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધીને સગીરની અટક કરી બે યુવાનોને વોન્ટેડ જાહેર કરી દીધા છે.