વલસાડ: વલસાડ જિલ્લામાં 5 મી એપ્રિલથી 23 મી એપ્રિલ એપ્રિલ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે. સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ દિવસ અંતર્ગત જે તે મતદાન મથકો ખાતે આજથી રવિવારના રોજ સવારે 10-00 થી સાંજે 5-00 વાગ્યા સુધી યોજાશે.

ચૂંટણી પંચના નવા સુધારા મુજબ જો આપની ઉંમર 1 લી ઓક્ટોબર 2023 સુધીમાં અઢાર વર્ષ થતી હોય તો મતદારયાદીમાં નોંધણી માટે અરજી કરી શકાશે. અને જો મતદારયાદીમાં અગાઉથી જ નામની નોંધણી કરાવેલી હોય તો પોતાની વિગતોની ચકાસણી કરવી અને ફેરફારની આવશ્યકતા હોય તો તે માટે અરજી કરવી. તેમજ મતદારયાદીમાં નામ નોંધણી અથવા ફેરફાર માટે ઓનલાઈ સેવાઓનો પણ ઉપયોગ કરી શકાશે. જેના માટે વોટર હેલ્પલાઈન એપ અને http://voters.eci.gov.in વેબસાઈટનો ઉપયોગ કરી શકાશે.

આ અંગે વધુ માહિતી માટે (આપના વિસ્તારનો STD કોડ) ૧૯૫૦ હેલ્પલાઈન ઉપર કચેરી સમયે સંપર્ક કરી શકાશે. સાથે સાથે હવે મતદાર યાદીમાં આપના નામ સાથી આધાર નંબર લીંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.