સુરત: ગતરોજ સુરત જિલ્લા અંતરીયાળ વિસ્તારમાં આવેલ બહુલક આદિવાસીઓની સંખ્યા ધરાવતા ઉમરપાડા તાલુકામાં તાલુકા કક્ષાનું સબ પોસ્ટ ઓફિસના આધુનિક ટેકનોલોજી સજ્જ એવા નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી જાણકારી મુજબ સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ તાલુકા કક્ષાનું પોસ્ટ ઓફિસ છેવાડા માનવી સુધી તેમની સેવા મળી એવું આધુનિક ટેકનોલોજી સજ્જ છે. કાર્યક્રમમાં પધારેલાં મહાનુભાવોએ ગ્રામજનો, બાળકો-મહિલાઓને પોસ્ટ ઓફિસની સેવાઓની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે કોસંબા સબડિવીઝનનાં આઈ.પી. પંકજકુમાર પટેલ અને ઉમરપાડા એસોના એસ.પી.એમ. બીપીનભાઈ ચૌધરી, ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ વસાવા, ઉચવાણ ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ વસાવા, બ્રાંચ પોસ્ટ ઓફિસના કર્મચારી તરુણકુમાર નકુમ, પોસ્ટ ઓફિસના સ્ટાફ, ગ્રામજનો, સમાજસેવકો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા