ગણદેવી: ગતરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતની જેમ ગણદેવી તાલુકાના ધમડાછા ગામમાં બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આદિવાસી સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં આદિવાસી બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક નૃત્યો, આદિવાસી આગેવાનોએ બાબા સાહેબના જીવનકવન અને તેમની સમાજ પ્રવૃત્તિઓ વિષે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતા આ ઉપરાંત આદિવાસી કલાકૃતિઓનું પ્રદર્શન અને આદિવાસી વાનગીઓના સ્ટોલ લાગ્યા હતા જેનો કાર્યક્રમમાં આવેલાં લોકોનું મનોરંજન સાથે ખાણી-પીણીની મજા લીધી છે. આ પ્રસંગે સામાજિક સંગઠન બિરસા આર્મીની રચના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન કરતાં આદિવાસી આમ આદમી પાર્ટીના નવસારીના પ્રમુખ પંકજ પટેલ જણાવે છે કે સફળ બનાવવા માટે મહેનત કરનાર સ્થાનિક કાર્યકરો, જિલ્લાના આગેવાનો, હજારોની સંખ્યામાં કાર્યક્રમમાં પધારનારા મારા તમામ ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો તેમજ સામાજિક આગેવાનો, આદિવાસી કલાકૃતિઓ પ્રદર્શિત કરનાર તમામ કલાકારો, આદિવાસી વાનગીઓનો સ્વાદ પીરસનારા આદિવાસી સ્ટોલ ધારકો તેમજ ખડે પગે સેવા આપનારા પોલીસ તંત્ર, સાઉન્ડ સિસ્ટમ વાળા, મંડપ ડેકોરેશન, લાઈટિંગ તેમજ કાર્યક્રમમાં સેવા આપનારા તમામ સ્વયંસેવકોનો હું નવસારી જિલ્લાની અમારી ટીમ વતી દિલથી આભાર માનું છું.

