ખેરગામ: આજરોજ ખેરગામનાં હાર્દ સમાન વિસ્તારમાં આવેલ ભીમરાવ આંબેડકર સર્કલ પાસે ખેરગામનાં આગેવાનો દ્વારા ખુબ જ મોટી ભેગા મળીને ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ખુબ ધૂમધામથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ આદિવાસી આગેવાનોએ બાબા સાહેબના જીવન ચરિત્ર અને સમાજના ઉત્થાનના કાર્યોની ચર્ચા કરી ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે અને અંદરો-અંદરના મતભેદ ભૂલી દરેક ભારતીય નાગરિક ભારતીય બંધારણનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારરી દેશની પ્રગતિમાં પોતાની અમુલ્ય ભૂમિકાની યોદાન આપે એવી વાતો કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, રમેશભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, ભુલાભાઇ, ભગુભાઈ, માજી સરપંચ કાર્તિક પટેલ, નટુભાઈ, સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ, ડો.અમિત, ડો.કૃણાલ, નમ્રતા, અંકુર શુક્લા, ડો.રવિન્દ્ર, યુવા ભાજપા તાલુકા પ્રમુખ ચેતન પટેલ, જયેશભાઇ ડીઓ, મુકેશભાઈ આર્મી, મોહનભાઇ નારણપોર, વિમલભાઈ વકીલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, દલપત પટેલ, કીર્તિ પટેલ, નિતેશ પટેલ, રાકેશ પટેલ,વકીલ નિશાંત પરમાર,જીગ્નેશ પટેલ,જીતેન્દ્ર,ભાવેશ, ભાવિન, કાર્તિક, રીંકેશ, યોગિતા, જયમીન,પથિક, હિરેન, વિષ્ણુ, આશિષ ચૌહાણ, જગદીશભાઈ, હર્ષદભાઈ આપ, હર્ષદભાઈ, શીલાબેન, જયાબેન, અશોકભાઈ, નીતા, વંદના, મયુર, જીગર, ખ્યાતિ, શીતલ, અમિષા, અંકિતા,આશિકા, ટ્વિકંલ, મનાલી, શિવાની, રિંકુ આહીર સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.