માંડવી: આજરોજ માંડવી તાલુકામાં આદિવાસી જમીન વિહોણા ખેતમજૂરોએ આવાસ યોજનાઓના લાભો લેવા વારંવાર રજૂઆતો બાદ પણ એમને આવાસ ફાળવાયા નથી આવા અનેક મહત્વના પ્રશ્નો લઈને માંડવી તાલુકાના જરૂરિયાતમંદ લોકો સાથે માંડવી પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ પોહચ્યા હતા

આદિવાસી જમીન વિહોણા ખેત મજુરોને આવાસો કેમ નથી મળી રહ્યા કેમ માંડવી તાલુકાના જરૂરિયાતમદ લોકો સાથે રાજકીય કિન્નાખોરી રાખી એમને એમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે અને એમના કામો કરવામાં આવતા નથી આ આવાસો ક્યાં જાય છે તેની તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને માંડવી તાલુકાના પાતલ ગામમાં ચાલતી ગેરકાયદેસરની સ્ટોન ક્વોરીઓને બંધ કરવામાં આવે એવી પણ રજૂઆત માંડવી પ્રાંત અધિકારીશ્રીની કચેરી એ કરવામાં આવી હતી

આગામી દિવસોમાં સામાન્ય નાગરિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ કરવા માટેના આ અભિયાનને માંડવી તાલુકામાં વધુ તેજ કરવામાં આવશે અને આવાસ વંચિત લોકો અને અન્ય પડતર પ્રશ્નો મુદ્દે માંડવી તાલુકાના અનેક લોકોને આ અભિયાન સાથે જોડીને પ્રશાસન અને નાગરીક વચ્ચે એક મજબૂત સેતુ બની આ તમામ પ્રશ્નોના નિરાકરણ કરવાનું આયોજન રહશે.