સુરત: ખાનગી શાળાના બેફામ ફી વધારાને લઈને સુરતની જાણીતી મેટાસ સ્કૂલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રજૂઆત કરાતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં પોલીસ અને વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે ધર્ષણ સર્જાયના દ્રશ્યો સામે આવ્યા છે.

મેટાસ સ્કૂલની દાદાગીરી ખુબ વધી હોય તેમ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવા અને ફી ન ભરનાર કેટલાક વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ આપી દીધા બાદ વાલીઓ ઉશ્કેરાયા હતા અને આ જ બાબત ને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો આજે રજૂઆત કરવા ગયા ત્યારે ત્યાં હાજર પોલીસ સ્ટાફ વચ્ચે ધક્કા મૂકીના દ્રશ્યો સામે આવ્યા હતા.

ABVPના કાર્યકર્તાઓ બારણું તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરતાં હતા ત્યારે એક બારણું તોડી ગયું અને ભારે ધક્કા મૂકી શરૂ થઈ ગઈ હતી. કાર્યકર્તાઓ સુત્રોચાર કરતાં હતા તે સમયે પોલીસે તેમને રોકતા માથાકૂટ વધી ગઈ હતી.