ગણદેવી: 14 એપ્રિલના બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગણદેવીના 64 જોગણી માતા મંદિર, ધમડાછા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્થાનિક આદિવાસી લોકો દ્વારા ભવ્યાતિભવ્ય તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આદિવાસી  ભારતના કાયદાશાત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાત્રી તરીકે ‘બાબા સાહેબ’ જાણીતા છે. પરંતુ ભારતની પ્રજા બાબા સાહેબને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે વિશેષ જાણે છે. દેશના બંધારણના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપનારા એવા મહામાનવ ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરની 14 એપ્રિલના રોજ આવી રહેલ જન્મજયંતી ભવ્યાતિભવ્ય બનાવવા કાર્યક્રમમાં આફ્રિકન સિદ્દી ડાન્સ, ડાંગી નૃત્ય, આદિવાસી નૃત્ય DJ અનંત ચિતાલી ગ્રુપ અને વિવિધ આદિવાસી નૃત્યોનું આયોજન થનાર છે.

આદિવાસી યુવા નેતા પંકજ પટેલ જણાવે છે કે ‘બાબા સાહેબ’ આપણા વિધાતા છે એમ કહીએ તો પણ ખોટું નથી આજે જે આપણને આ દેશમાં જીવન જીવવા માટે જે હક્કો અને અધિકારો મળ્યા છે તે આ મહાપુરુષની દેન છે માટે એમની જન્મજયંતિમાં અમે જ્યારે ગણદેવી ખાતે ઉજવી રહ્યા છે ત્યારે કોઈપણ કચાસ રાખવા માંગતા નથી આ વખતે અમે જે સમાજમાં રહીને ખરેખર બોલવા કરતાં સમાજ ઉત્થાનની કામગીરી કરી રહ્યા છે એમને સન્માનિત કરવાના છે જે ખુબ જરૂરી છે. અમે બાબા સાહેબના પગલે સમાજના લોકો માટે હંમેશા લડતા રેહશું.