નવસારી: ગુજરાતમાં લેવાયેલી આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સુરત થી પરીક્ષા આપવા આવેલી એક યુવતી ભૂલથી ગણદેવી ટાઉન સેન્ટર પોહચી ગણદેવી PSI એ 9 મિનિટમાં અમલસાડ સેન્ટર પર પોહચાડીને એક પોલીસની પોઝિટીવ છબી પ્રગટ કરી હતી.

આજે જુનિયર ક્લાર્કની યોજાયેલી પરીક્ષામાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી નવસારી ખાતે ઉમેદવારો આવ્યા હતા. જેમાં સુરતથી આવેલી એક યુવતી ભૂલથી ગણદેવી ટાઉનમાં પરીક્ષા કેન્દ્ર પર પોહોચ્યા બાદ તેને ખબર પડી કે તે ખોટું સેન્ટર છે. તેને અમલસાડ પોહોચવાનું હતું ત્યાર બાદ તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા ગણદેવી PSI સાગર આહિરે સમયસૂચકતા વાપરીને 9 મિનિટના અંતરાલમાં જ અમલસાડના તેના સાચા સેન્ટર પર તેને પોહોચડતા તેણીને સફળતાપૂર્વક પરીક્ષા આપી શકી હતી.

અન્ય જિલ્લામાં આવેલા ઉમેદવારોને ક્યારેક સેન્ટર શોધવામાં મુશ્કેલી પડેછે. ત્યારે પોલીસ દેવદૂત બનીને તેમને સાચા સેન્ટર પર પોહોચડ્યા હોય તેવા અનેક દાખલા આગાવ પણ જોવા કે જાણવા મળ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ગણદેવી પોલીસ સુરતની યુવતી માટે દેવદૂત બન્યા હતા અને તેને અમલસાડના પોતાના સાચા સેન્ટર પર પોહચાડી યુવતીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ અપાવ્યો હતો. ગણદેવી પોલીસનું સરાહનીય કામને જોય લોકોમાં વાહવાહિનું વંટોળ ફૂકાયું હતું.