વાંસદા: આદિવાસી સમાજમાં ગૌરવ પ્રદાન કરનાર નવસારી વાંસદા તાલુકાના નવતાડ ગામની આદિવાસી દીકરી કાજલબેન મૂળજીભાઇ માહલા હિમાલીયન માઉન્ટેનિરીંગ ઈન્સ્ટિટ્યૂટમાં તૃતીય ક્રમે પસંદગી પામતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ જવાહર ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિરીંગ અને અલાઈડ સ્પોર્ટ્સ (J&K) તેમજ હિમાલીયન માઉન્ટેનિરીંગ ઈન્સ્ટિટ્યૂટ (દાર્જિલીંગ) બેઝિક માઉન્ટેનિરીંગ કોર્સ માટે પરીક્ષાનું આયોજન રાજસ્થાનના આબુમાં થયું જેમાં કાજલબેન મૂળજીભાઇ માહલા હિમાલીયન માઉન્ટેનિરીંગ ઈન્સ્ટિટ્યૂટ (દાર્જિલીંગ)માં તૃતીય ક્રમે પસંદગી છે.
કાજલબેન 28 જૂન 2023ના રોજ બીજા ગૃપ 15 દિવસ રોક ક્લાઇમિંગ અને 15 દિવસ આઈસ સ્નો ક્લાઈમિંગ માટે જનાર છે.