વાંસદા: વાંસદાના ચારણવાડા ગામમાંથી પસાર થતાં હાઈવે પર ઉનાળાના શરૂવાતી ધમધોકતા તાપમાં હુન્ડાઈ ગ્રાન્ડ I10 કારનું ટાયર ફાટતાં કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી જવાની અકસ્માતની ઘટના બનવા પામી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદાના ચારણવાડા ગામમાંથી પસાર થતાં હાઈવે પર વળાંકમાં GJ-19-BA-8145 નંબરની હુન્ડાઈ ગ્રાન્ડ I10 કારનું ટાયર ફાટતાં કાર ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ જતો રહેતા કાર રસ્તાની બાજુમાં આવેલા ખેતરમાં ફિલ્મી ઢબે પલટી મારી  ગઈ હતી. કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે.

આ અકસ્માતને લીધે કારને ઘણું નુકશાન થયું છે જ્યારે હાલમાં ઈજાગ્રસ્ત કાર સવારોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવતા બધાની સ્થિતિ બહેતર હોવાની જાણકારી સુત્રો પરથી મળી છે.