ડીસીઝન વિશેસ: મીડિયાની કામગીરી ને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારની નીતિઓ અને પગલાઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી ન કહી શકાય. આ વિધાન ટાંકી જસ્ટીસ ચંદ્રચુડ દ્વારા મલયાલમ ન્યૂઝ ચેનલ પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ હટાવી લીધો છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે કેરળ હાઈકોર્ટના નિર્ણયને  બદલી નાખ્યો છે. જયારે હાઈકોર્ટે આ નિર્ણયને યથાવત રાખ્યો હતો જેમાં કેન્દ્રએ સુરક્ષાના કારણોસર ચેનલના પ્રસારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ ન્યૂઝ ચેનલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટની મીડિયા પર મહત્ત્વની ટિપ્પણીઓ..
1. મીડિયા વન ન્યૂઝ ચેનલની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા દાવાઓ કોઈપણ આધાર વગર ન કરવા જોઈએ. તેની પાછળ મજબૂત તથ્યો હોવા જોઈએ.

2. CJI ચંદ્રચૂડે કહ્યું- એવું કશું જ નથી, જેનાથી ટેરિરિસ્ટ લિંક સાબિત થતી હોય. એવી કોઈ સાબિતી નથી, જેના દ્વારા એવું સાબિત થઈ શકે કે રાષ્ટ્રીય સુરક્ષા કે પછી કાનૂન-વ્યવસ્થા પ્રભાવિત થઈ હોય

3. તેમણે કહ્યું, બધી જ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટને ગુપ્ત કહી શકાય નહીં. તે લોકોના અધિકારો અને સ્વતંત્રતા પર અસર કરે છે. સરકાર માહિતીને સાર્વજનિક કરવાથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકે નહીં.

4. કોર્ટે કહ્યું- લોકોના અધિકારો છીનવી લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ન ઉઠાવી શકાય. આ મામલે ગૃહ મંત્રાલયે મનસ્વી રીતે આ મુદ્દો ઉઠાવ્યો છે. અમે સરકારને એવું પગલું ભરવાની મંજૂરી આપી શકીએ નહીં કે પ્રેસ તેમને દરેક કિંમતે સમર્થન આપે. સરકારની ટીકા કોઈ ટીવી ચેનલનું લાઇસન્સ રદ કરવાનો અધિકાર હોઈ શકે નહીં.

5. કોર્ટે કહ્યું- લોકતાંત્રિક દેશ સરળતાથી ચાલવા માટે પ્રેસની સ્વતંત્રતા જરૂરી છે. લોકશાહી સમાજમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે દેશની કામગીરી પર પ્રકાશ પાડે છે.