દક્ષિણ ગુજરાત: ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે. અને જો આ ચારેય રાજ્યના ચુંટાયેલા આદિવાસી MLA અને સાંસદ ધારે કે એક મત આવે તો આ ચાર રાજ્યોના આદિવાસીઓને ફરી એક કરી એક ભીલ પ્રદેશ બનાવી શકાય એવી વાત જ્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ઈન્ટરવ્યું દરમિયાન કરી હતી જેના અનુસંધાને કોંગ્રેસના MLA અનંત પટેલ અને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિભાવ આપતા કહ્યું કે
ભરૂચના ભાજપનાં સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે આદિવાસીસમાજનું રાષ્ટ્રીય સંગઠન થવું જરૂરી છે.પણ આ ભીલ પ્રદેશની માંગણી ખોટી છે કોઈ નેતા સફળ થયું નથી એટલે આદિવાસી સંગઠિત બનો સરકાર ને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરો ની વાત કરી હતી.
વાંસદા વિધાનસભાના કોંગી MLA અનંત પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. ત્યારે આદિવાસ વોટ બેંક ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી પ્રજાને પરિસ્થિતિ કપરી છે. આદિવાસી સમાજના વિવિઘ પશ્નો ગુજરાત સરકારમાં રજૂ કરાયા છે. આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના પ્રશ્નો રજૂ કર્યા છે. આ માત્ર ચૂંટણી સમયે વોટબેંક ઊભી કરવાના પ્રયાસો છે.
ધારાસભ્ય ચૈતર વસાવા નું કહેવું છે કે સરકાર અત્યાર સુધી બસ આદિવાસીઓના નામે મતો ઉઘરવ્યા પણ કોઈ વિકાસ કર્યો નથી જંગલ જમીન છીનવી રહ્યા છે. નથી ભણવાની સગવડ કરતા નથી નોકરીઓ આપતા જેના કરતા અમારો અલગ ભીલ પ્રદેશ હશે તો અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશું.