વાંસદા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આઈ. સી. ડી. એસ. વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે “આરોગ્ય” કાર્યક્રમ દ્વારા વાંસદાના ૧૦ ગામોમાં તારીખ ૧૬ મી માર્ચ થી ૨૭ મી માર્ચ ૨૦૨૩ દરમિયાન સુધી પોષણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રમતો દ્વારા બહેનોમા પોષણ અંગે જાગૃતિ ઉભી કરવાનો હતો. આ મેળામાં કુલ ૧૦૪૪ મહિલાઓએ ભાગ લીધો હતો. અને સાંજે મોટા સમુદાય સુધી પોષણ અંગે સાચી સમજ અને માહિતગાર કરવાના સંદર્ભે સ્થાનિક ભાષામા તમાસા (નાટક)નુ આયોજન હાથ ધરવામા આવેલ હતુ. જેમા અંદાજીત ૮ હજાર થી વધુ લોકો એ નિહાળ્યા હતા. આ પોષણ મેળાઓમાં વાનગી હરીફાઈ, પોષણ અને એનિમિયા પ્રદર્શન, પોષણ ચક્ર, પોષણની સાપસીડી, લાઈટ ગેમ, કાર્ડ ગેમ દ્વારા પોષણની સમજ, પોષણયુક્ત નાગલીના બિસ્કીટ નાસ્તા વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વાનગી બનાવી લાવેલા મહિલાઓ ને પ્રોત્સાહિત ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પોષણ મેળાઓ દરમિયાન લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈથી અનુપ મહાજન અને ચેતના અમદાવાદથી ‘આરોગ્ય’ પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રદ્ધા બેટાઈ મુલાકાત લીધી હતી, તેમજ પોષણ મળમાં સહભાગીઓમાં તાલુકા પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, ઉપ પ્રમુખ દશરથભાઈ, જીલ્લા મહામત્રી ગુલાબભાઈ, જીલ્લા સદસ્ય ચંદુભાઈ, તાલુકા સદસ્ય તરુણભાઈ, સરપંચ શ્રી મનીષભાઈ પટેલ ઉનાઈ, ગણપતભાઈ, રમેશભાઈ તલાટી મોટીવાલઝર, શાંતાબેન પીપલખેડ, નવસીબેન દિનેશભાઈ – ઘોડમાળ, સુનીતાબેન- અંકલાછ, ધરમુભાઈ – કણધા, મીરાબેન મહેશભાઈ –ચોંઢા ગુલાબભાઈ, ઉપ સરપંચ બાબુભાઈ – મોળઆંબા, નુંતનબેન મુકેશભાઈ – લીમઝર અને ગ્રામ પંચાયત સભ્યો, આરોગ્ય વિભાગમાંથી MO ડૉ. શર્મીલાબેન, ધીરુભાઈ MPHW, જ્યોતિબેન FSW, સંગીતાબેન , પદ્માવતીબેન CHO, અને ANM, આશા ICDS વિભાગમાંથી મુખ્ય સેવિકા ઇન્દુબેન, લલીતાબેન અને AWW, હેલ્પર, દૂધ ડેરી પ્રમુખ રાજુભાઈ, તેમજ શાળાના આચાર્ય અને ગામના આગેવાનો આંગણવાડી કાર્યકરોએ, હેલ્પર અને આશા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.