સ્પોર્ટ્સ: IPL 2023 16મી સિઝનનો પ્રારંભ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ તથા ચાર વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ક્રિકેટના બિગેસ્ટ ટી20 શૉ તરીકે ઓપનિંગ મુકાબલો રમાશે.

ઓપનિંગ મુકાબલા સાંજે 7:30થી શરૂ થશે અને તે પહેલાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ દ્વારા સમર્થકોને મુગ્ધ કરશે. 18 ડબલ હેડર સાથે કુલ 12 સ્ટેડિયમમાં કુલ 70 લીગ મેચો રમાશે. આ વખતે હોમ અને અવે ફોર્મેટ મુજબ પ્રત્યેક મેચ 14 મેચ રમશે. તમામ 10 ફ્રેન્ચાઇઝીને બે ગ્રૂપમાં રાખવામાં આવી છે. ગ્રૂપ-એમાં મુંબઇ, કોલકાતા, રાજસ્થાન, દિલ્હી અને લખનઉ છે. ગ્રૂપ-બીમાં ચેન્નઇ, હૈદરાબાદ, બેંગ્લોર, પંજાબ અને ગુજરાતને સ્થાન અપાયું છે. તમામ ટીમના 10 કોચની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગશે

31મી માર્ચની મેચ પહેલાં આઇપીએલની લગભગ પાંચ વર્ષ બાદ ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં તમન્ના ભાટિયા તથા રશ્મિકા મંધાના ડાન્સ પરફોર્મન્સ આપશે. અહેવાલ મુજબ કેટરિના કૈફ, ટાઇગર શ્રોફ તથા અરિજિતસિંહ પણ હાજરી આપીને સમર્થકોને મંત્રમુગ્ધ કરી શકે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેન ફ્રેન્ડલી રહે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરીને રનચેઝ કરવાનો પ્રયાસ કરશે. પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 160નો તથા બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 137 રનનો રહ્યો છે.

ખાસ કરીને ટોસ પહેલાં બંને ટીમના સુકાની પાસે પ્લેઇંગ ઇલેવનની બે પેપરશીટ તૈયાર હશે. ટોસ જીત્યા બાદ કોઈ પણ સુકાની તેની ટીમ બદલી શકે છે. અગાઉ ટોસ વખતે પ્લેઇંગ ઇલેવનની યાદી મેચ રેફરીને સોંપી દેવાતી હતી. આ ઉપરાંત વાઇડ તથા નો-બોલના રિવ્યૂ અંગે પણ અનિનિશ્ચિતતા પ્રવર્તી રહી છે વગેરે નવા નિયમો અટપટા બની શકે છે