ડાંગ: સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન ખેડા ખાતે અભ્યાસ કરી રહેલ, ડાંગ જિલ્લાના આદિવાસી યુવા બોક્સર ખેલાડી શ્રી ધર્મેશભાઇ ગાવિત આગામી એપ્રિલ મહિનામા ઓડિશામા યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો છે.

યુનિવર્સીટીની રમતમા પસંદગી પામેલ આ વિદ્યાર્થીનુ નેશનલ સિલેકશન તારીખ 16-12-2022 ના રોજ ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન મહેમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતુ. જેમા 46 થી 48 વેઇટ કેટેગરીમા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા કરવામા આવ્યુ છે. જે બાદ હવે આગામી તારીખ 4-4-2023 ના રોજ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લાનો આદિવાસી વિદ્યાર્થી ભાગ લેશે.

શ્રી ધર્મેશભાઇ ગાવિત ખેડા જિલ્લાના મહેમદાવાદમા આવેલી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમા બી.પી.એડ નો અભ્યાસ કરી રહ્યો છે. ધર્મેશની આ સિધ્ધિ બદલ કોલેજ પરીવારે તેઓને આદિવાસી સમાજે શુભકામનાઓ પાઠવી છે.