તાપી: આદિવાસી સમાજના નવ યુગલો પોતાની પરંપરાગત રીત રીવાજો સાથે લગ્ન કરતાં થયા છે ત્યારે આજે એક આદિવાસી દંપતીએ પોતાના દીકરીના પ્રકૃતિ અવતરણના છઠ્ઠી ના પ્રસંગે સંવિધાન સાથે એની પૂજા વિધિ કરી સમાજમાં એક નવી પહેલ કરી છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે આપણા આદિવાસી સમાજના નવ દંપતીએ ( જયેશભાઈ અને તેમના પત્ની) ભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો તો છઠ્ઠી ના પ્રસંગે સંવિધાન સાથે એની પૂજા વિધિ કરી સમાજ માટે એક નવી ક્રાંતિકારી વિચારધારાનો સંદેશ વહેતો કર્યો છે.

જયેશભાઈ જણાવે છે કે આપણે ત્યાં છોકરા છોકરીનો તો ભેદભાવ રાખતા જ નથી પણ સાથે હવે આપણા હક અધિકાર માટે અત્યારથી જ સંવિધાન વિશે આપણા છોકરા છોકરીને જો માહિતગાર કરશું તો એ લોકોનું ભવિષ્ય આગળ જતા સંઘર્ષ સમય નહીં રહે જેની પહેલ અમે કરી છે. જો આ રીતે સમાજના નવયુવાનો સમાજ પ્રત્યે કોઈક નવી દિશા અને વિચારધારા રાખે તો સમાજની સંસ્કૃતિ અને હક્ક અધિકારોને કોઈ આંચ પહોચાડી શકશે નહિ એમાં બે મત નથી.