ગણદેવી: નાની નાની અમથી વાતોનું ખોટું લગાડી આપઘાત કરી લેતા યુવાનોમાં આજે એક વધારો કરતા હોય તેમ નવસારીના બીલીમોરાના ઊંડાચ ગામમાં એક યુવાનને પિતા દ્વારા બાઈક ન અપાતાં ઝેરી દવા પી ને આપઘાત કરી લીધાની ઘટના બનવા પામી છે.

બીલીમોરા વિસ્તારના ઊંડાચ ગામના તરી ફળિયાના વિજયભાઈ હળપતિના એકના એક આનંદ નામના દીકરાએ કોઈ કામથી બહાર જવાનું કહી બાઈકની માંગણી કરી પણ વિજયભાઈએ બાઈક ન આપતા દીકરાને ખોટું લાગી આવ્યું અને તેણે ઝેરી દવા પી ને પોતાની જાતે જ બ્લેડ વડે હાથ ઉપર ઘા માર્યા હતા. ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ 5 દિવસની લાંબી સારવાર બાદ આજે તેનું મોત થઇ ગયું હોવાની વાતો વહેતી થઇ છે.

હાલમાં બીલીમોરા પોલીસ આ ઘટનાને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે. દીકરાના આપઘાતથી પરિવાર પર દુઃખ આભ ફાટ્યું છે નાની અમથી વાત પણ જીવલેણ બની જાય છે ત્યારે આ ઘટના અન્ય વાલીઓ અને દીકરાઓ માટે સમજવા જેવી છે.