ઉમરપાડા: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત દ્વારા શ્રેષ્ઠ શાળા તરીકે ઉમરપાડા તાલુકાના કેન્દ્ર કેવડી પ્રાથમિક શાળાને સન્માનિત કરવામાં આવી છે અને શ્રેષ્ઠ શાળા તરીકે પ્રમાણપત્ર સાથે એક લાખ 21 હજારનો ચેક પણ એનાયત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળા તરીકે પ્રમાણપત્ર સાથે એક લાખ 21 હજારનો ચેક આપી ભવિષ્યમાં કેવડી પ્રાથમિક શાળા ને હજી વિકસિત કરી શકાશે જેનો સીધો લાભ પ્રાથમિક શાળા કેવડી ખાતે અભ્યાસ કરતા બાળકોને થશે શાળાએ સરસ્વતી નું મંદિર છે શાળામાં નામાંકન સ્થાયીકરણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટેના શાળાના નિરંતર પ્રયાસો તેમજ શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ થી બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણનું અને સંસ્કારોની સિંચન ઉપરાંત સુનચારો આયોજનના પરિણામે પ્રાથમિક શાળા કેવડીએ એક આગવી નામના મેળવી છે.

પ્રાથમિક શાળા કેવડીના સ્ટાફ દ્વારા તમામ બાળકોને સહદેવ સેવા થતી રહે અને શાળા ખરા અર્થમાં બાળકો માટે વિદ્યાનું મંદિર બની રહે છે. બાળકોમાં વિદ્યારૂપી શિક્ષણની સાથે સાથે ગુણવત્તા અને મૂલ્યલક્ષી સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. કેવડી પ્રાથમિક શાળાના આચાર્ય તમામ શિક્ષક સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સન્માનજન્ય બાબત છે.