નર્મદા: ગુજરાત સરકારે ‘ભણશે ગુજરાત જીતશે ગુજરાત’ નું સુત્ર તો જાહેર કરી દીધું પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં એવા શિક્ષકો નોકરી કરી રહ્યા છે જે માત્ર શિક્ષણ જગતને જ નહિ પરંતુ સમગ્ર શિક્ષક સમુદાયને બદનામીના દાગમાં ખરડી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે શિક્ષણને શર્મશાર કરતી આ ઘટના નર્મદાના ગરુડેશ્વરના કોયારી પ્રાથમિક શાળાની છે જ્યાં શિક્ષક રાજુ સોલંકી દારૂના નશામાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શિક્ષક રાજુ સોલંકી ક્લાસરૂમમાં દારૂ પીંધા બાદ ગયો હતો અને વિદ્યાર્થીની બેંચ પર ટલ્લી થઈને બેસુદ અવસ્થામાં પડી રહ્યો હતો.
કોઈ જાગૃત નાગરિક વાલીએ આ નફફટ શિક્ષકનો વિડીયો ઉતારીને વાયરલ છે ત્યારે સવાલ પૂછવાનું મન થાય કે એ ઉઠે છે કે શાળામાં શિક્ષકે આવનાર પેઢીને જીવન જીવવાના મુલ્યો શીખવવાના હોય છે ત્યાં આવા દારૂડિયો શિક્ષક કોની શોભા વધારે છે શાળાની કે સરકારની ? શું આવા દારૂડિયા શિક્ષક નજરો હેઠળ ભણશે આદિવાસી બાળકો ?