વલસાડ: આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા આઝાદીના લડવૈયા અને લોકોના ગૌરવ એવા ક્રાંતિકારી વીર શહીદ ભગત સિંહ, સુકદેવ તથા રાજગુરુ ની 23 માર્ચના શહીદી દિવસ પર તેમની પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ના પ્રમૂખ જયેન્દ્ર ગાંવિત, જિલ્લા સચિવ વિનોદભાઈ મહિલા મોર્ચાના પ્રમુખ ધર્મિષ્ઠા બેન ઉપપ્રમુખ કોકિલાબેન, ધરમપુર વિધાન સભાના પ્રમુખ કમલેશ પટેલ કપરાડા તાલુકાના પૂર્વ પ્રમુખ રાજેશ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ વકીલ ધવલ્યા ભોયાં, પ્રતાપભાઈ કેતન પટેલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પારડી ઓવર બ્રિજ નીચે ભેગા મળીને પદયાત્રા નીકળી બિરસા મુંડા સર્કલ પાસે મીણબત્તી કેન્ડલ સળગાવી કાર્યક્રમની સમાપન કર્યું હતું