દક્ષિણ ગુજરાત: છેલ્લા કેટલાક સમયથી UOS એપ્લિકેશન દ્વારા ટ્રેડિંગ ના નામે લોકોના ખાતા ખોલી 5 થી 20 હજાર રૂપિયા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરાવી ટ્રેડિંગ કરાવતી UOS એપ્લિકેશન છેલ્લા બે દિવસથી બંધ થઈ જતા લોકોનો જીવ  પૈસા પાણીમાં ગયા છે.

એપ્લિકેશનનો ઉપયોગ કરતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના યુવાનોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ કથીત કૌભાંડમાં આદિવાસી યુવાનો, બિઝનેસમેન તેમજ પોલીસ કર્મચારીઓ પણ આ UOS ટ્રેડિંગ એપ્લિકેશનમાં 5  હજાર રૂપિયાથી લઈ 20 હજાર સુધી નું ઇન્વેસ્ટમેન્ટ કરી ટ્રેડિંગ કરી દ્વારા રોકાણ કર્યા હતા.

હાલમાં પણ કોઈ યુઝર દ્વારા આ UOS ટ્રેડિંગ એપ્લિકેશન સામે કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું નથી. આ એપ્લીકેશનમાં સામાન્ય વ્યક્તિઓ તો ઠીક પરંતુ પોલીસ કર્મચારીઓને પણ ટ્રેડિંગના નામે છેતરાયા ત્યારે હવે કોઈ આ એપ્લીકેશન સામે પોલીસ ફરિયાદ નોંધાવે છે કે કેમ તે જોવું રહ્યું !!