ધરમપુર : આજરોજ વલસાડ જિલ્લાના માકડબંધ ગામ ખાતે ગુરુ સેવા સત્સંગ મંડળ ટ્રસ્ટદ્વારા નવસારી જિલ્લા ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલના પ્રમુખ સ્થાને માકડબંધ ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી મુજબ અતિથિ વિશેષ તરીકે વાંસદા ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા માજી તાલુકા સભ્ય શ્રી કિરણ પટેલ ધરમપુરના ભાજપ સંગઠનના સભ્ય ધનેશ ચૌધરી માકડ બંધ ગામના સરપંચ શ્રી શ્રીમતી બઈજી બેન મુકેશભાઈ માહલા તથા આયોજક શ્રી ઓ ગમનભાઈ માહલા વિનોદભાઈ ગાંવીત વગેરે મહાનુભાવો હાજર રહી 30 નવયુગલો ને પ્રભુતામાં પગલાં પાડાવી આશીર્વાદ આપ્યા હતા જેમાં ડો. વિશાલ પટેલે આદિવાસી સમાજને સંબોધી ને કહ્યું હતું કે દેખાદેખી ના યુગમાં આદિવાસી સમાજ ઓછા ખર્ચે લગ્ન કરે અને પોતે દેવામાં ના ઉતરે એની કાળજી સમાજના આગેવાનોએ લેવાની જરૂર છે અને સમાજના આગેવાનો મદદ રૂપથવા માટે આગળ આવે એ માટે સમાજના આગેવાને પહેલ કરી હતી