ધરમપુર: હોળીના અને ધૂળેટીના તહેવારો વધુ રંગમય બનાવવા માટે આજરોજ ધરમપુર તાલુકાના આંબોસી ભવથાન ગ્રુપ ગ્રામ પંચાયતની ગામ ગનવા, ખાતે ધુળેટી પર્વના નિમિતે “2023 ગ્રુપ ગ્રામપંચાયત ચેમ્પિયનસ ટ્રોફી સીઝન-1 “નું ઉદઘાટન કરી શરૂઆત કરવામાં આવી હતી

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુરના આંબોસી ભવઠાન ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રમણભાઇ, ગ્રામ પંચાયતના તમામ વોર્ડના અન્ય સભ્યો તેમજ વિશેષમાં, ડો.પ્રવીણ મોર્યા, સૈલેશભાઈ દેશમુખ, “મારુતિ ફેશન વેર તરફથી સ્પોંસર એવા ગુલાબભાઈ માહલા અને જમસીભાઈ માહલા” તેમજ રમતુભાઈ મોર્યા, માહદુભાઈ દેશમુખ (મા.પોલીસ પટેલ) અને અન્ય આયોજકો સહિત ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ત્રણે ગામોના યુવાનો, વઢીલો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ટુર્નમેન્ટમાં આખા ગ્રુપ ગ્રામ પંચાયતની 12 જેટલી ટીમો વચ્ચે રમાઈ અને ખાસ કરીને આયોજન કર્તા “ગાનવા ગામ” ના તામામ યુવાનો તેમજ તમામ સાથી મિત્રો કે જેમણે આ ટુર્નમેન્ટનું આયોજન કર્યુ અને ‘સમાજની એકતા’ માટે નો સંદેશો વહેતો કર્યો હતો.