ડેડીયાપાડા: આજરોજ તારીખ 26-2-2023 રવિવાર ના રોજ વ્યારા વિધાનસભા કોંગ્રશ પાર્ટીના માજી ધારાસભ્ય પુનાજી ગામીતના નિવાસ્થાને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવા તેમજ તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી

Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે આ મુલાકાત દરમ્યાન ઉમરગામ થી અંબાજી આદિવાસી વિસ્તારના પ્રશ્નો જેમાં અનુસૂચિ પાંચ (૫), પેસા કાનૂન, ભારત માલા પ્રોજેક્ટ, કોરિડોર, જીંક સલ્ફેકટ પ્રોજેકટ (વ્યારા), સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઈકો સેન્સટીવ ઝોન, તાપી- રિવર લિંક પ્રોજેકટ, મોટા કદના ડેમો, તેમજ વિકાસના નામે આદિવાસીઓની જમીન સંપાદન કરી જમીન વિહોણાં કરવાના કાવાદાવા ઓ, આરક્ષણ ને બચાવવા તેમજ સંવૈધાનિક અધિકારો બચાવવા અને વર્તમાન સરકાર દ્વારા આદિવાસીઓની જે ઉપેક્ષા કરવામાં આવી રહી છે તે બાબતે ચિંતન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જલ, જંગલ, જમીન તેમજ આદિવાસીઓ ને મળેલા સંવિધાનિક અધીકાર બચાવવા માટે આવનારા સમયમાં રિઝર્વ 27 અનામત બેઠકોના વર્તમાન તેમજ માજી સાંસદ સભ્યો, વર્તમાન ધારાસભ્યો તેમજ માજી ધારાસભ્યો, વર્તમાન તેમજ માજી તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સામાજીક આગેવાનો સાથે આદિવાસી ઓને થતા અન્યાય અત્યાચાર અને સંવૈધાનિક અધિકારો માટે એક થઈને થઈને સમાજનાં તમામ શુભચિંતકોને એક મંચ પર લાવી લડત લડવા માટે બાબતો ની ચર્ચા કરવામાં આવી હતી.