વલસાડ- નવસારી: રોઝ ડે છે.. પ્રપોઝ ડે.. અને ગતરોજ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે હતો ત્યારે વેલેન્ટાઇન ડે ખાસ બનાવવા માટે લોકો અનેક પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. એક વાત એ જણાવી દઇએ કે હવે વેલેન્ટાઇન ડેનાં દિવસે લગ્ન કરવાની ડિમાન્ડ વધતી જાય છે.

આપણે જોઈએ તો આદિવાસી વિસ્તારોના આજના યુવાનોમાં 14 ફેબ્રુઆરીનાં રોજ લગ્નના બંધનમાં બંધાતા હોય છો. પહેલાં કરતા હવે આ લગ્નની સંખ્યા વધતી જાય છે. ન્યુ જનરેશનના યુગલો વેલેન્ટાઇનના દિવસે લગ્ન કરવાનો આજે ટ્રેડ કહો કે ક્રેઝ બંને જોવા મળે છે. ખાસ કરીને વેલેન્ટાઇન ડે ની ફર્સ્ટ નાઇટને યાદગાર બનાવે છે.

Decision News સાથે વાત કરતાં નવસારી અને વલસાડના ડો. સુશીલ, EG– મેહુલ અને EG– હિરેન નામના વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન ગ્રંથીમાં બંધાનાર યુવાનો જણાવે છે કે  ફર્સ્ટ નાઇટમાં સૌથી જરૂરી બાબત એકબીજાને સમજવાની હોય છે. લગ્ન પછીની પહેલી રાત એક આઇસબ્રેકરની જેમ હોય છે એટલે કે આ રાત એવી હોય છે જેમાં કપલ એકબીજાને સમજી શકે. આ સાથે જ એકબીજા સાથે વાતો કરો અને સમય મસ્ત રીતે પસાર કરો. આ દિવસે તમે રિલેશન સિવાય પણ બીજા ટોપિક પર વાત કરી શકો છો. આમ કરવાથી સંબંધોમાં મીઠાસ આવે છે.