કપરાડા: મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને કપરાડા તાલુકાના બાલચોડી સ્થિત કોલક નદીના કિનારે આવેલા એતિહાસિક અને 100 વર્ષોથી ભક્તોના અસ્થાનું પ્રતીક બનેલા ભુવનેશ્વર મહાદેવ મદિર ખાતે ત્રણ દિવસીય મહા શિવરાત્રીના ભવ્ય મેળાની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 1962 ના વર્ષથી અહી સતત મેળો ભરાઈ છે. ગ્રામ પંચાયત સરપંચ રાજેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ ગ્રામજનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં રાજ્યભરમાંથી વેપારીઓ અહી વિવિધ પ્રકારની દુકાનો લગાવે છે, તો ભક્તો પણ અહી આવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
મંદિર નજીક આવેલી કોલક નદીના કિનારે ગંગાજી નામે ઓળખાતા કુંડમાં સ્થાનિક મંદિરની જાળવણી કરતા વડીલો પૂજારીઓના મતે રાજા રજવાડાના સમયથી અહીં આવેલા કુંડમાં અવિરત પાણી વહે છે, ઉપરાત હાલે જ્યાં મંદીર આવેલું છે, ત્યાં બાજુમાં વાસનું વિશાળ જંગલ આવ્યું છે, જ્યાં સ્વંયભુ હનુમાનજી ની પ્રતિમા બહાર આવી હતી, જેને ભક્તોએ આસ્થા પૂર્વક બહાર કાઢી તેની વિધિસર પ્રાણ પ્રતિસ્થા કરી હતી. 1962માં રીનોવેશન કરી તેમાં લક્ષમીજી માતાજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી, ત્યાં રથી સતત અહીં મહાશિવરાત્રી દરમિયાન સૌથી મોટો મેળો યોજાય છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે, ગંગાજીમાં સ્નાન, મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.મંદિરમાં સવારે અને સાંજે નિયમિત આરતી થતી હોઇ છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લે છે.
મંદિરના ટ્રસ્ટી અને માજી સરપંચ હરેશ પટેલે જણાવે છે કે મંદિર ઉપરાંત હનુમાનજીની સ્વંયભુ પ્રતિમા ગગાજીનો કુંડ આસ્થાનું પ્રતીક છે. મહાશિવરાત્રીના પર્વને લઈ ગ્રામ પંચાયત અને ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળામાં 1 લાખથી વધુ લોકો અહી પહોંચશે એવું અનુમાન છે.