મહુવા: એક પત્રકાર અને પત્રકારત્વની શાખને લાંછન લગાવતો કિસ્સો મહુવા પંથકમાંથી બહાર આવ્યો છે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પઠાણ ફળિયામાં રહેતો અને લોકોને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપનાર મુસ્લિમ યુવાન રાસેદખાન પઠાણ અને તેનો 17 વર્ષીય સગીર પુત્રએ મહુવા ગુજરાતી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી 16 વર્ષીય હિન્દુ સગીરાની છેડતી કરી હતી.
મહુવાના વિધર્મી પિતા પુત્રએ મહુવા ગુજરાતી પ્રાથમિક શાળામાં ધોરણ-7મા અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાની છેડતી કરી હતી. જે બાબતે સગીરાની માતાએ રાસેદખાન પઠાણને કહેતા પિતા- પુત્રએ સગીરા અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને સગીરાની માતાએ પોલીસ મથકે ફરિયાદ લખાવી છે. મહુવા પી.આઈ જે.એ.બારોટે આ બનાવને ગંભીરતાથી લઈને ફરિયાદ આધારે પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાને વિસ્તારથી જાણીએ તો.. ત્રણ માસ પહેલા રાસેદખાન પઠાણે હાલ પત્રકારોનું ઘણુ માન છે તમારી છોકરીને દિવાળી વેકેશનમા પત્રકારનુ શીખવા મોકલી આપો એમ સગીરાની માતાને જણાવી સગીરાને ઓફિસે બોલાવી હતી. પોતાની ઓફીસમા સગીરાને મારી પત્ની મને સુખ નથી આપતી એટલે હું બીજી ધંધાવાળી પાસે જાઉં છું. તેને 500 કે 1000 આપી દઉં છું. જો તારી ઈચ્છા હોય તો આપણે પણ ગેસ્ટ હાઉસ જશું તને પૈસા આપી દઈશ એમ જણાવતા સગીરાએ રાસેદખાન પઠાણની ઓફિસે જવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારે રાસેદખાનનો સગીર પુત્ર સગીરાની પાછળ વગર નંબરની મોટરસાયકલ પર આંટા ફેરા મારી ગીતો ગાઈ નંબર માંગી છેડતી કરવા લાગ્યો હતો. સગીરાનું શાળાએ રાસેદખાન પઠાણના ઘર નજીકથી જવાનું હોવાથી તેણે શાળાએ જવાનું માતાને ના પડી દેતાં અને રડી પડતાં માતાએ તેની શાંતિથી પૂછપરછ કરતા સગીરાએ કહ્યું કે શાળાએ જતી વેળાએ રાસેદખાન પઠાણ અને તેના સગીર પુત્ર દ્વારા અવારનવાર થતી છેડતી કરવામાં આવે છે. જેને લઈને સગીરાની માતાએ રાસેદખાનને ફોન કર્યો તો તેમણે કહ્યું કે મારા છોકરા સાથે તારી છોકરીનું લફરૂ છે અને મારો છોકરો હવે તારી છોકરીનો વધારે પીછો કરશે અને હવે તે તારા ઘરે પણ આવશે અને ઠંડું પણ પીશે એમ કહ્યું.. ‘હું પત્રકાર છું તારાથી થાય તે કરી લેજે અને જો વધારે માથાકુટ કરશો તો તને અને તારી છોકરીને જાનથી મારી નાખીશ’ એમ ધમકી આપી હતી. આ વાતથી ડરી ગયેલી સગીરાની માતાએ મહુવા પોલીસને જાણ કરી હતી