વલસાડ: વેડફાટ કરી વિકાસની દિશામાં આગળ વધતું તંત્ર.. આપણા વડાપ્રધાન મોદી જયારે “જલ સંચય અભિયાન” જેવી યોજના દ્વારા લોકોની પાણીની જરૂરિયાત સંતોષવામાં પડયા છે ત્યારે વલસાડના ચણવાઈ ગ્રામ પંચાયત દ્વારા તળાવ ખોદકામ કરવા માટે લાખો ગેલન પાણી વેડફી દેવામાં આવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ચણવાઈ ગ્રામ પંચાયતમાં થતી ઘણી ગ્રામસભામાં ગામ લોકોની વારંવાર ગામના તળાવોને માપણી કરવા માટે રજૂઆત કરવામાં આવી કારણ કે ગામના તળાવોમાં મોટા પાયે સરકારી જમીનનું દબાણ કરવામાં આવેલ છે અને માપણી થયા બાદ જ ગામના તળાવોને ખોદકામ કરી માટી વેચાણ માટે આપવામાં આવે છતા પણ ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચણવાઈ ગ્રામ પંચાયતની સામાન્ય સભા માં 8 થી 10 જેટલા સભ્યોની સહી થી કોઈ પણ જાતની શરત વગર કોઈ પણ નોટીસ વગર ચણવાઈ, કોલીવાડ નજીકનું પાણી ભરેલ તળાવ સતત ૧૫ દિવસ મોટર મૂકી લાખો ગેલન પાણી વેડફી દેવામાં આવ્યું. અને ખોદકામ કરી માટી વેચાણમાં આપી દેવામાં આવ્યું છે. આ કામને વિકાસ ગણવો કે વિનાશ..
ગ્રામજનોનું કહેવું છે કે પાણીના સ્રોત મેળવવા તળાવ ખોદવાનું કામ ચાલુ કરવામાં આવ્યું અને પાણીનો વેડફાટ કરાયો. આ કામ માટી વેચી ગ્રામ પંચાયતના વિકાસના બદલે જવાબદાર વ્યક્તિઓના વિકાસ કરવાનું આયોજન થઈ રહ્યું એમ અમને પાક્કી ખાતરી છે. આ બાબતે હવે તાલુકા અને જિલ્લા અધિકારીઓ શું પગલાં લે છે એ જોવું રહ્યું.