ઈતિહાસ: બુધ ભગત, સિંધુ કાન્હા, તીલ્કા માંજી, બિરસા મુંડાની કક્ષાના આદિવાસી સ્વતંત્રય સેનાની તેલંગા ખડીયાનો જન્મ 9-2-1806 ના દિવસે થયો હતો. છોટાનાગપુર વિસ્તારમાં 1850-60 દરમ્યાન અંગ્રેજો અને જમીનદારો દ્વારા સતાવાયેલા ખેડૂતોની ભેદભાવ અન્યાય અને જમીન ખાલસા નીતિ સામેની લડતની આગેવાની તેમણે જીવનના જોખમે લીધે હતી.

ઉલ્લેખનીય છે કે તેલંગા ખડીયા નાનપણથી તેમનામાં ક્રાંતિકારી વિચારો, બુદ્ધિ ચાતુર્ય નેતૃત્વ અને સામાજિક સુધારણાના ગુણ હતા બ્રિટીશરાજની ઓથ અને હૂફ ધરાવતા શાહુકારો આદિવાસીઓ પર જુલમ ગુજારતા, મહેસુલ ન ભારે તો ઘર ખોરડા ખાલસા કરતા જેથી આદિવાસી ખેડૂતો જમીન અને આજીવિકા વિહોણા થઇ જતા તેમની દુદર્શા જોઈ 1850માં તેલાગાએ અગ્રેજો અને જમીનદારો વિરુદ્ધ 900 થી 1500 સૈનિકો સાથે બળવો પોકારી પોતાના વિસ્તારોમાં 13 જૂરી પંચાયતો બનાવી જે આદિવાસી કાનૂનો મુજબ ન્યાય તોળતી તેલંગાના સૈનિકોએ અંગ્રેજોની બેંક અને ખજાનો લુટી પોતાની સશસ્ત્ર શક્તિ વિકસાવતા જોઈ અંગ્રેજ સરકારે દગાથી તેલંગાને પકડી કલકતા 20 વર્ષ સુધી કેદમાં રાખ્યો.

કેદમાંથી છૂટી ફરીથી પોતાની જૂની અંગ્રેજો વિરોધી બગાવતી પ્રવૃતિઓ ચાલુ કરનાર તેલંગાને અંગ્રેજોએ દગાથી 23-04-1880 ના રોજ ગોળીઓથી વીંધી નાંખ્યો હતો.