વાંસદા: અમૃત હોસ્પિટલ એટલે.. ઇમરજન્સી સેવાઓથી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે 24×7 કાર્યરત રહે છે. અમૃત હોસ્પિટલ.. પિતાના માનવસેવા વારસાને સાતત્યપૂર્ણ રીતે આગળ વધારતાં દિકરો અને વહુ વાંસદામાં કિડનીમાં રહેલી પથરી કાઢવાના જટિલ બનતા ઓપરેશન થકી લોકસેવાની જ્યોત જલાવી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકામાં આવેલ ખાનગી અમૃત હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ છે ગતરોજ ત્યાં એક દર્દીના કિડનીમાં રહેલ પથરીની ‘અલેન્જર હોઈ ડેફિનેશન સી-આમ મશીન’ દ્વારા સફળ ઓપરેશન કરી જીવના જોખમને ટાળ્યું હતું. માનવજીવન માટે વરદાન સમાન આ મશીન હાલમાં દક્ષિણ ગુજરાતમાં માત્ર અમૃત હોસ્પીટલમાં જ હોવાનું મનાય છે.

અમૃત હોસ્પિટલ વાંસદાના એમ.ડી. ડો. સોનલ વી.પટેલએ જણાવ્યું હતું કે, આ પી.સી.એન.એલ (સ્ટાન્ડર્ડ પર્યુટેનિયસ નેફ્રોલિયોટોમીને પૂર્ણ થવામાં સામાન્ય રીતે ત્રણથી ચાર કલાક લાગે છે. પથરીને દૂર કરવા બ્લડ લેસ પ્રક્રિયા કરવામાં આવે છે. મોટી પથરીને અલ્ટ્રાસોનિક અથવા ઇલેક્ટ્રો-હાઇડ્રોલિક પ્રૌત્ર અથવા હોસ્મિયમ લેસર લિથોટ્રિપ્ટર વડે તોડી નાખવામાં આવે છે. અલેન્જર હાઈ ડેફિનેશન સી-આમં મશીન દર્દીઓ માટે વરદાન સમાન જ છે એના વડે સર્જરી એટલી સટીકતાથી અને ઝડપી થાય છે.