ભારત: NTA દ્રારા ગત તા.૨૪ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન નેશનલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં લગભગ ૨૪૦૦ વિદ્યાર્થીઓએ JEE મેઈન એક્ઝામ આપી હતી. JEE મેઈન પરિક્ષામાં શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે.

Decision Newsને મળતી માહિતી પ્રમાણે ગતરોજ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્રારા તાજેતરમાં આયોજિત કરવામાં આવેલ JEE મેઇનની એક્ઝામનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમુક વિદ્યાર્થીઓ ૯૯ ટકાથી ઉતીર્ણ થયા છે. જેમાં શહેરના વિદ્યાર્થીઓ વ્રજ દધાનીયાએ ૯૯.૭૬ , જૈનીલ દલસાનિયાને ૯૯.૭૫, પ્રેમ પાસ્તાગીયા ૯૯.૫૭ રેન્ક મેળવ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ પણ JEE મેઇનમાં આશાસ્પદ રેન્ક મેળવ્યા હતા. JEE મેઇનના ટોપ ૨.૫ લાખ કોલિફાઈડે વિદ્યાર્થીને  એડવાન્સ આપવાની તક મળશે.

JEE સેકન્ડ સેશનની પરિક્ષા આગામી ૬ થી ૧૨મી અપ્રિલે યોજાનાર છે. જો કે આ એક્ઝામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્રારા નેશનલ લેવલે એક્ઝામ યોજાતી હોય છે. દેશભરની અમુક સરકારી અને ખાનગી કોલેજોની બી ટેક, બી આર્ક અને બી પ્લાન પ્રવેશ માટે JEE મેઈનના સ્કોરને ગણતરીમાં લે છે. દેશની નામના પ્રાપ્ત IIT સહિતની કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ JEE મેઈન્સ અને જોઈએ એડવાન્સ બંને ક્લીયર કરવી જરૂરી છે. જુન-જુલાઈ JEE મેઇનના વિદ્યાર્થી માટે કાઉન્સિલ શરુ થશે. બંને સેશનનું રીઝલ્ટ જાહેર થયા બાદ કટ ઓફ માર્ક જાહેર થશે.