ગુજરાત: હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. પરંતુ આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ હતું. જેમાંથી ગુજરાતને 8332 કરોડ મંજુર થઈ ગયા છે. અને રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આપણા દેશની વસ્તી વધારે હોવાથી પરિવહન માટે સરકારનો એક મોટો હિસો બજેટમાં પરિવહન માટે રેલવે માટે ફાળવવામાં આવતો હોય છે. સરકાર રેલવેના વિકાસ માટે સતત પ્રયત્ન શીલ હોય છે. 2009-14માં 589 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ 2023-24માં 14 ગણો વધારો કરીને ગુજરાત માટે 8332 કરોડની ફાળવણી કરી છે. જે ગુજરાતના વિકાસને પુર ઝડપે આગળ ધપાવશે.
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્વારકા, હાપ, જામ-જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહુઆ, કરજણ, નવસારી, પડધરી વગેરે રેલવે સ્ટેશનોનું રી-ડેવલપમેન્ટ થશે.

