વિચારમંચ: હરિયાણાના ટોહાના વિસ્તારમાં આવેલ આશ્રમમાં જલેબી બાબા ઉર્ફે બિલ્લૂ રામ ઉર્ફે અમરપૂરી વર્ષોથી બેબસ/મજબૂર મહિલાઓ-છોકરીઓ પર બળાત્કાર કરતો હતો. તે નશીલા પદાર્થવાળી ચા પીવડાવી મહિલાઓ પર બળાત્કાર કરતો હતો. તેનો ભોગ બનનાર 120 કરતા વધુ મહિલાઓ હતી. તેની મોડસ ઓપરેન્ડી અન્ય બાબા, બાપૂઓના જેવી જ હતી.
શરુઆતમાં મહિલાઓને મંત્રતંત્ર, ભક્તિના રવાડે તે ચડાવતો. પ્રસાદમાં નશીલી દવા ભેળવતો. નશીલી ચા પીવડાવતો. બળાત્કાર કર્યા બાદ અશ્લીલ વીડિયો ઉતારીને મહિલાએ ફરી મજબૂર કરતો. પોલીસને 120થી વધુ અશ્લીલ સીડી/ફિલ્મ મળી આવી હતી. અશ્લીલ વીડિયોથી જલેબી બાબાને મહિલાઓ પાસેથી પૈસા અને શરીર મળતું હતું. પીડિતાએ 19 જુલાઈ 2018ના રોજ ફરિયાદ કરી હતી. આ બાબા, બાબા બનતા પહેલા જલેબીની રેંકડી ચલાવતો હતો.
કોર્ટે 10 જાન્યુઆરી 2023ના રોજ, જલેબી બાબાને 14 વર્ષની કેદની સજા કરી છે. સગીર બાળા પર બે વખત બળાત્કાર માટે POCSO-Protection of Children from Sexual Offences Act, 2012 કલમ-6 હેઠળ 14 વર્ષ/ મહિલાઓ પર બળાત્કાર માટે IPC કલમ-376C હેઠળ 7-7 વર્ષ/ IT એક્ટ કલમ-67-A હેઠળ 5 વર્ષની કેદની સજા કરી છે. સવાલ એ છે કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અનેક મહિલાઓનું શોષણ કરનાર બાબાઓને વધુ સજા ન થવી જોઈએ ? હવે બાબુકાકા કહે એમ.. ગમે તેટલાં મોટા દિવ્યપુરુષો-માતાજીઓ માંદા પડે તો હોસ્પિટલમાં દાખલ થાય છે; તેઓ પોતાનું ભલું કરી શકતા નથી; તે બીજાનું ભલું કરી શકે ? એ આપણે કેમ નહિ સમજતા હૈ..