નર્મદા: ગુજરાત રાજ્યની પોલીસ વિભાગે ફીટનેશ માટે અનેક પ્રકારની રમતની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તેમજ નર્મદા જીલ્લામાં રાજપીપળાના એકતાનગર સ્થિત SRP ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગના પસંદગી તીરંદાજોએ ભાગ લીધો હતો.

Decision News ને મળતી માહિતી મુજબ ગતરોજ રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા નર્મદા જીલ્લાના રાજપીપળાના એકતાનગરના SRP ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગના ચુનંદા તીરંદાજોએ ભાગ લઇ તેમનું કૌવત બતાવ્યું હતું. પોલીસ વિભાગ માટે તો શારીરિક સૌષ્ઠવ ખુબ જરૂરી છે. પોલીસ સમાજની સુરક્ષા માટે ૨૪ કલાક ૩૬૫ દિવસ સુધી ખડે પગે રહે છે, જેથી તેમને શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું પડે છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્રારા ડીજીપી કપનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.

નર્મદા જીલ્લાના પોલીસ વિભાગ દ્રારા એકતાનગરના SRP ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે ડીજીપી કપ આર્ચરી ટુર્નામેન્ટ યોજાઈ હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જોવાની જવાબદારીઓનું વહન માટે પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ સાથે ટીમ સ્પીરીટ ભાવના ઉદભવે તેમજ તેની સાથે યોજાયેલી ડીજીપી કપમાં જુદા જુદા રેન્જ તેમજ રાજ્યના પોલીસ દળની ટીમ-૧૬ તીરંદાજોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ ઉદઘાટન સમારંભમાં નર્મદા એસ.પી.,એસઆરપીના સેનાપતિ એન્ડ્રુ મેકવાન, આર્ચરી હેડ કોચ દિનેશ ભીલ, Dy.Sp વાણી દૂધાત તથા પી.એલ.પટેલ સહિતના મહેમાનો હાજર રહયા હતાં.